દાર્જીલીંગના ગોરખાલેન્ડ પ્રદેશ વહીવટીતંત્ર અને સિલીગુડી જેવા પર્વતીય વિસ્તારોમાં મહાસપ્તમીના પર્વ પ્રસંગે હર્ષ ઉલ્લાસ અને પરંપરાગત રીતે પુલપાતી શોભાયાત્રા યોજાઇ ગઇ.
આ શોભાયાત્રામાં નેપાળી ભાષીક ગોરખા સમુદાયના ભાવિકો તેમજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને દુર્ગામાતાના ભજનો ગાતા જોડાયા હતા. આ પ્રસંગે શોભાયાત્રામાં દુર્ગામાતાની પાલખી અને ઝાંખીઓ પણ રજૂ થઇ હતી.
આજે સાંજે અને રાત્રે ભાવિકો દુર્ગામાતાના પૂજાપંડાલોમાં દર્શન માટે ઉમટી રહ્યા છે. આ પ્રસંગે પંડાલો ખાતે આકર્ષક રોશની અને સજાવટ કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 7:59 પી એમ(PM) | દાર્જીલીંગ
દાર્જીલીંગના ગોરખાલેન્ડ પ્રદેશ વહીવટીતંત્ર અને સિલીગુડી જેવા પર્વતીય વિસ્તારોમાં મહાસપ્તમીના પર્વ પ્રસંગે હર્ષ ઉલ્લાસ અને પરંપરાગત રીતે પુલપાતી શોભાયાત્રા યોજાઇ
