ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.

નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ પ્રકારના ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા વાહનોની હરાજી કરીને તે નાણાંનો સરકારી યોજનાઓ માટે ઉપયોગ કરનારુ ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે.
દરમિયાન, વિધાનસભા ગૃહમાં ગઈકાલે પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ-૨૦૨૪ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો..
આ સુધારા અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ “પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-૧૯૭૪ “ની જોગવાઇઓને બિન-ગુનાહિત કરવાનો છે.આ ઉપરાંત વિધાનસભામાં ગુજરાત GST સુધારા વિધેયક 2004 પસાર થયું હતું. નાણામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે GSTની કુલ વસુલાત માટે રૂ. 72 હજાર 506 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે, જેની સામે એપ્રિલથી જુલાઇ સુધીનાં ચાર મહિનામાં રૂપિયા 23 હજાર 707 કરોડની આવક થઈ છે, જે લક્ષ્યાંકની સામે 33 ટકા છે.
વર્ષ 2022-23માં 56 હજાર 236 કરોડની જીએસટી આવક સામે નાણાકીય વર્ષ 2023-24માં 14 ટકા વધુ એટલે કે 64 હજાર 132 કરોડ રૂપિયાની આવક થઈ હતી. શ્રી દેસાઇએ જણાવ્યું કે, 2017માં GSTનો અમલ શરૂ થયો ત્યારે રાજ્યમાં કુલ 5 લાખ 8 હજાર કરદાતાઓ હતા, જે 31 જુલાઇ 2024નાં રોજ 135 ટકા વધીને 12 લાખથી વધુ થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ