સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ડિફેન્સ
એક્વિઝિશન કાઉન્સિલની બેઠક પૂર્ણ થઇ હતી. આ બેઠકમાં, ભારતીય સેનાના આર્મર્ડ
ફાઇટીંગ વ્હીકલ માટે એડવાન્સ્ડ લેન્ડ નેવિગેશન સિસ્ટમની પ્રાપ્તિ માટે
આવશ્યકતાની સ્વીકૃતિ સહિત વિવિધ મૂડી સંપાદન દરખાસ્તો પર વિચારણા
કરવામાં આવી હતી.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડની ક્ષમતાઓને
વધારવા માટે, DAC એ નવીનતમ અત્યાધુનિક સિસ્ટમ સાથે 22 ઇન્ટરસેપ્ટર બોટ
માટે દરખાસ્તને મંજૂરી આપી છે. આ બોટનો ઉપયોગ દરિયાકાંઠાની દેખરેખ અને
પેટ્રોલિંગ, શોધ અને બચાવ કામગીરી, તબીબી સ્થળાંતર સહિત માટે કરવામાં
આવશે.
આ સાધનો ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ પાસેથી ભારતીય-સ્વદેશી રીતે
ડિઝાઈન કરેલી વિકસિત અને ઉત્પાદિત શ્રેણી હેઠળ ખરીદવામાં આવશે.