દમણમાં નવા વર્ષની વેલકમ પાર્ટી ઉજવીને સવારે નીકળેલા અંકલેશ્વરના 5 યુવકોને વલસાડ હાઇ-વેના કુંડી બ્રિજ પાસે અકસ્માત સર્જ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલકે ડિવાઈડર કુદાવી મુંબઇ તરફ જતા ટેમ્પો સાથે ધડાકાભેર કાર અથડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. કારમાં સવાર અંકલેશ્વરના 5 યુવકોને ઇજાઓ પહોંચતા 108ની મદદ લઈને ઇજાગ્રસ્ત યુવકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને લઈને મુંબઈ તરફ જતો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ડુંગરી પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | જાન્યુઆરી 1, 2025 6:34 પી એમ(PM) | દમણ
દમણમાં નવા વર્ષની વેલકમ પાર્ટી ઉજવીને સવારે નીકળેલા અંકલેશ્વરના 5 યુવકોને વલસાડ હાઇ-વેના કુંડી બ્રિજ પાસે અકસ્માત સર્જ્યો
