દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે 179 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 33 લોકો ગૂમ થયાના અહેવાલ છે. સ્થાનિક એજન્સી અનુસાર દક્ષિણ બ્રાઝિલના રિયો ગ્રાન્દે દો સુલનો 90 ટકા વિસ્તાર પૂરને પગલે પ્રભાવિત છે. દક્ષિણ પ્રાંતમાં આવેલી નદી બેકાબૂ થતાં પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા, જ્યારે કેટલાક સ્થળોએ ભૂસ્ખલનના અહેવાલ છે. બે મહિનાથી પ્રભાવિત આ પ્રાંતમાં અંદાજે 20 લાખ ઘરોને અસર થવા પામી છે, જ્યારે કે સાડા ચાર લાખ લોકોને બચાવાયા છે.
Site Admin | જુલાઇ 2, 2024 7:59 પી એમ(PM) | દક્ષિણ બ્રાઝિલ | પૂર