દક્ષિણ બ્રાઝિલના પર્યટન નગર ગ્રેમાડોમાં, દુકાનો સાથે અથડાયા બાદ 10 મુસાફરોને લઈ જતું નાનું વિમાન ક્રેશ થયું છે. નાગરિક અને સંરક્ષણ અધિકારીઓને તમામ મુસાફરોના મોત થયા હોવાની આશંકા છે. હાલમાં ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
રિયો ગ્રાન્ડે ડો સુલ રાજ્યના જાહેર સુરક્ષા કાર્યાલયના જણાવ્યા મુજબ, વિમાન પ્રથમ બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું હતું અને પછી ઘરના બીજા માળે તોડીને ફર્નિચર સ્ટોર સાથે અથડાયું હતું. અકસ્માત બાદ પ્લેનનો કાટમાળ નજીકની ધર્મશાળામાં પડ્યો હતો.
વિસ્તારના અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોને શહેરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. આમાંથી મોટા ભાગના લોકો અકસ્માત બાદ લાગેલી આગ અને ધુમાડાને કારણે ગૂંગળામણનો ભોગ બન્યાં હતાં.
Site Admin | ડિસેમ્બર 23, 2024 2:09 પી એમ(PM)