દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ભારે દબાણના કારણે શ્રીલંકાના કેટલાક ભાગો પ્રતિકૂળ હવામાનની અસર હેઠળ છે. શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડીપ ડિપ્રેશન સવારે ત્રિંકોમાલીથી 100 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત હતું. જાહેર કરાયેલી ચેતવણીમાં જણાવાયું છે કે વાવાઝોડું ધીમે ધીમે, ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ શ્રીલંકાના પૂર્વ કિનારાની નજીક જશે અને આજે વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે.
દરમિયાન શ્રીલંકાની નૌકાદળ અને વાયુસેનાની બચાવ ટુકડીઓ રાહત કામગીરીમાં કરી રહી છે. વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 6 હજુ પણ ગુમ છે. ચક્રવાત અને વરસાદને કારણે બે લાખ ત્રીસ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યાં છે.
Site Admin | નવેમ્બર 28, 2024 2:47 પી એમ(PM) | શ્રીલંકા