ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2024 7:24 પી એમ(PM)

printer

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપરુ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર અને હવેલીના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના અંતરિયાળ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે. જ્યારે કે રાજ્યના અન્ય ભાગોમાં તાપમાન સૂકું રહેવાનો અંદાજ છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ અને સંઘ પ્રદેશ તેમજ દાદરા નગર હવેલી તેમજ દમણ વિસ્તારમાં આજે બપોરથી વરસાદી માહોલ જામ્યો છે. સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં
પોણા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ધરમપુર, પારડ઼ી, કપરાડા ઉમરગામ તેમજ વાપીમાં સરેરાશ અડધો ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.
તો નવસારીના ગણદેવીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો..
અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ ધારી પંથકમા અડધો ઇંચ વરસાદ પડ્યો તો ખાંભા તાલુકાનાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ