રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરાઅને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત અને તાપીજિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 32 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ, વલસાડ અને ચીખલી તાલુકામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે આ સિવાયના તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ ખાબક્યો છે. હાલમાં રાજ્યમાં 154 બંધ હાઈ-અલર્ટ, 12 બંધ અલર્ટ અને આઠ બંધ ચેતવણી પર રાખવામાં આવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 7:19 પી એમ(PM)