દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઇ ડેમ 80 ટકા કરતાં વધુ ભરાયો છે.
ડેમના ઉપરવાસમાંથી 17 હજાર ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું છે,જેને પગલે ડેમની
સપાટી 334.80 ફૂટ પર પહોંચી છે.. આજે પાણીનો આવરો 17 હજાર 286 ક્યુસેક છે. તેટલું
જ પાણી ડેમના હાઇડ્રો પાવર અને નહેર વાટે છોડાઈ ડેમના રુલ લેવલ જાળવવામાં આવી રહ્યું
છે. ઉલ્લેખનીય છે કે, હાલ ડેમના તમામ દરવાજાઓ બંધ કરાયા છે..
Site Admin | ઓગસ્ટ 19, 2024 3:24 પી એમ(PM)
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઇ ડેમ 80 ટકા કરતાં વધુ ભરાયો છે
