દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલરોએ દુર્ઘટનાની થોડી મિનિટો પહેલા વિમાનને પક્ષી ટકરાવવા વિશે ચેતવણી આપી હતી. બચી ગયેલા ક્રૂ સભ્યોમાંથી એકે પક્ષીઓના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.. જો કે, દુર્ઘટનાના વાસ્તવિક કારણોની હજુ તપાસ કરવામાં આવી રહી છે.
દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટનામાં જેજુ એર ફ્લાઇટમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં તમામ 175 મુસાફરો અને ચાલક દળના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. બે સભ્યોને બચાવી લેવાયા હતા. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે 4 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 2:36 પી એમ(PM) | વિમાન દુર્ઘટના