દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 176 લોકોના મોત થયા છે. જેજુ એર ફ્લાઇટમાં 181 લોકો મુસાફરી કરી રહ્યા હતા. દક્ષિણ કોરિયાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે બે ક્રૂ મેમ્બર જીવિત છે અને ત્રણ લાપત્તા છે. બોઈંગ 737-800 વિમાન સવારે મુઆન આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચ્યું ત્યારે આ દુર્ઘટના થઈ હતી. વિભાગે જણાવ્યું હતું કે માર્યા ગયેલા 176 લોકોમાં 83 મહિલાઓ અને 82 પુરુષો હતા. બચાવ કાર્ય ચાલુ છે.પરિવહન મંત્રાલયે કહ્યું છે કે બચાવ કામગીરી માટે પોલીસ, સેના અને કોસ્ટ ગાર્ડના સાતસોથી વધુ જવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. વિમાન રનવે પરથી સરકી ગયુંહતું અને દિવાલ સાથે અથડાયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને રાહત અને બચાવ કામગીરી માટે સૂચનાઓ આપી છે.
Site Admin | ડિસેમ્બર 29, 2024 6:44 પી એમ(PM)