દક્ષિણ કોરિયાની સંસદે રાષ્ટ્રપ્રમુખ યૂન સુક યેઓલ દ્વારા આ મહિનાની શરૂઆતમાં થોડા સમય માટે જાહેર કરાયેલા માર્શલ લો બાબતે તેમની સામેના મહાભિયોગ પ્રસ્તાવને 204 વિરૂધ્ધ 85 મતોથી બહાલી આપી છે.
આ મહાભિયોગ પ્રસ્તાવના પગલે બંધારણીય અદાલત રાષ્ટ્રપ્રમુખને પદ પરથી દૂર કરવા કે ફરીથી સ્થાપવા અંગે નિર્ણય ન લે ત્યાં સુધી રાષ્ટ્રપ્રમુખ યૂનના અધિકારો સસ્પેન્ડ રહેશે. બંધારણીય અદાલત પોતાનો ચૂકાદો જાહેર કરે ત્યાં સુધી રાષ્ટ્રપ્રમુખને દેશ છોડવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે અને તેઓ ફરજિયાત રજા ઉપર રહેશે.
Site Admin | ડિસેમ્બર 14, 2024 5:48 પી એમ(PM) | martial law | South Korea | yun suk yeol