દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની
સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. કોઈ એશિયા દેશ સાથેની નાટોની
આ પ્રથમ સમજૂતિ છે.
કરાર અંતર્ગત નાટો દક્ષિણ કોરિયાઈ માલિકીના વિમાનો માટે સિયોલ સરકારના ઉડ્ડયન
યોગ્યતા પ્રમાણનને માન્યતા આપશે.
કોરિયાના સંરક્ષણ અધિગ્રહણ કાર્યક્રમ વહીવટીતંત્ર અને નાટોની ઉડ્ડયન સમિતિએ
વૉશિંગ્ટનમાં ચાલી રહેલા નાટો શિખર સંમેલન દરમિયાન આ સમજૂતિ પર હસ્તાર કર્યા, જે
સુરક્ષિત ઉડ્ડયનની દિશામાં વિમાનની યોગ્યતા માટે મહત્વપૂર્ણ ઉકેલ છે.
દક્ષિણ કોરિયા અગાઉ અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, પૉલેન્ડ સાથે આ કરાર કરી ચૂક્યું છે. નાટો
સાથેની તેની આ સમજૂતિને કારણે સભ્ય દેશો સાથેના સંબંધોમાં વિકાસમાં ગતિ આવશે તેવું
મનાઈ રહ્યું છે.
Site Admin | જુલાઇ 12, 2024 3:18 પી એમ(PM)
દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે
