દક્ષિણ કોરિયામાં જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ આગ દક્ષિણ-પૂર્વીય પ્રદેશોના જંગલોમાં ફાટી નીકળી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે અને ભારે નુકસાન થયું છે. ઉત્તર અને દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતો અને દક્ષિણ-પૂર્વીય શહેર ઉલ્સાનમાં આગ લાગી છે. આગને કારણે દેશના દક્ષિણ-પૂર્વમાં અનેક ધોરીમાર્ગો બંધ કરવામાં આવ્યા છે, જેમાં ઉલ્સાન અને બુસાન વચ્ચેનો મુખ્ય માર્ગ પણ સામેલ છે. અનેક ફાયર વાહનો અને સેંકડો અધિકારીઓ આગ પર કાબુ મેળવવા માટે કાર્યરત છે.
Site Admin | માર્ચ 23, 2025 7:49 પી એમ(PM)
દક્ષિણ કોરિયામાં જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
