દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે તમામ પક્ષોનાં ધારાસભ્યોનાં પ્રચંડ વિરોધ અને રાષ્ટ્રીય ધારાસભાએ કરેલા મતદાનને પગલે દેશમાંથી ઇમરજન્સી માર્શલ લૉ હટાવવાની જાહેરાત કરી છે.
આશ્ચર્યજનક રીતે કટોકટીની જાહેરાતનાં લગભગ છ કલાક પછી યુન સુકનાં મંત્રીમંડળે માર્શલ લોને સમાપ્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે પુષ્ટિ કરી હતી કે લશ્કરી કાયદાને લાગુ કરવા માટે એકત્ર કરવામાં આવેલા સૈનિકો તેમના થાણા પર પાછા ફર્યા છે અને સ્થિતિ પૂર્વવત થઈ છે.
દક્ષિણ કોરિયાનાં વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના ફ્લોર લીડર પાર્ક ચાન-ડેએ રાષ્ટ્રપતિ યૂન પર રાજદ્રોહનો આરોપ લગાવીને દેશમાં માર્શલ લો લાદવા બદલ તાત્કાલિક હોદ્દો છોડવાની માંગણી કરી હતી.
Site Admin | ડિસેમ્બર 4, 2024 11:49 એ એમ (AM)