દક્ષિણ કોરિયાએ મુઆન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને બંધ રાખવાના સમયને રવિવાર સુધી લંબાવ્યો છે. ગયા મહિને એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય બાદ આ હવાઈમથક બંધ કરી દેવામાં આવ્યુંહતું. પરિવહન મંત્રાલયે કહ્યું કે અકસ્માતના કારણની તપાસને ધ્યાનમાં રાખીને આ સમય મર્યાદામાં વધારો કરવો જરૂરી હતો.૨૯ ડિસેમ્બરે આ હવાઈમથકપર જેજુ એર બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુંહતું. તેમાં સવાર 179 લોકો માર્યા ગયા હતા
Site Admin | જાન્યુઆરી 13, 2025 7:29 પી એમ(PM)