ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 8:01 પી એમ(PM)

printer

થાઈલેન્ડમાં આજે નવા મન્કીપોક્સ સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો

થાઈલેન્ડમાં આજે નવા મન્કીપોક્સ સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો છે. થાઈલેન્ડ અને સ્વીડન આફ્રિકાની બહારના પ્રથમ દેશો છે, જ્યાં ક્લેડ 1b વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે.
આરોગ્ય સત્તાવાળાઓનાં જણાવ્યા પ્રમાણે દર્દીએ કોંગોની મુલાકાત લીધી હતી. પ્રારંભિક લેબોરેટરી પરિક્ષણોમાં સ્ટ્રેઇનની પુષ્ટિ નથી થઈ પણ સત્તાવાળાઓ માને છે કે આ ક્લેડ વન છે.
મન્કીપોક્સ આફ્રિકાનાં અનેક ભાગોમાં ફેલાયેલો હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થા- WHO એ 14 ઓગસ્ટનાં રોજ આ રોગને આંતરરાષ્ટ્રીય ચિંતા ધરાવતી જાહેર આરોગ્યની કટોકટી તરીકે જાહેર કર્યો હતો. WHOનાં જણાવ્યા પ્રમાણે 2022થી 116થી વધુ દેશોમાં મન્કીપોક્સનાં 99 હજારથી વધુ કેસો નોંધાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ