ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 2:03 પી એમ(PM)

printer

થાઇલેન્ડમાં સત્તાવાળાઓએ ચીનના ચાર નાગરિકોની અટકાયત કરી

થાઇલેન્ડમાં, સત્તાવાળાઓએ શુક્રવારના શક્તિશાળી ભૂકંપને પગલે ધ્વસ્ત થયેલી નિર્માણાધિન બહુમાળી ઇમારતના કાટમાળમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ ચીનના ચાર નાગરિકોની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ચીની નાગરિકો કાટમાળમાંથી દસ્તાવેજોની 32 ફાઇલો લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચીનની બાંધકામ કંપની સાથે જોડાણ હોવાથી આ અંગે તપાસ ચાલી રહી છે.
30 માળની આ ઇમારત 7.7ની તીવ્રતાના ભૂકંપથી સેકન્ડોની અંદર ધરાશાયી થઈ હતી. થાઇલેન્ડ સરકારનાં જણાવ્યા પ્રમાણે ભૂકંપનો મૃત્યઆંક 18 થયો છે અને 82 લોકો ગુમ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ