સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું હતું.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની આ હોસ્ટેલનું ૮૧૫ લાખ કરતાં વધુના ખર્ચે નિર્માણ થયું હતું.. અનેક સુવિધાઓ વાળા આ છાત્રાલયમાં ૨૦૦ વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે.. આ ઉદઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષે કહ્યું હતું કે છેવાડાના ગામની દીકરીઓ આજે ડોકટર, વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે. તેમણે કહ્યું કે, શિક્ષણ એટલે માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે. શિક્ષણની વ્યસનમુક્તિનો સંદેશ પણ પ્રસારવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો.