ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 12, 2025 7:47 પી એમ(PM) | આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ

printer

ત્રીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે ઇંગલેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ત્રણ મેચની વન-ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 133 રન કર્યા છે. ઓપનર ફિલ સોલ્ટ 23 અને બેન ડકેટ 34 રનમાં આઉટ થઈ ગયા હતા. અગાઉ ઇંગલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. શુભમન ગિલ 112, શ્રેયસ ઐયરે 78, વિરાટ કોહલીએ 52 અને કે એલ રાહુલે 40 રન કર્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશીદે ચાર વિકેટ ઝડપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ