ત્રીજા તબક્કાની ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાઇ હતી.વિદ્યાર્થીઓમાં શીખવા અને નવીનતા પ્રત્યેનો જુસ્સો કેળવવાના ઉદ્દેશ્યથી વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે STEM પ્રશ્નોત્તરી સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્પર્ધામાં ગુજરાતમાંથી 9 લાખ 80 હજારથી વધુ જ્યારે અન્ય રાજ્યોમાંથી 32 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપથિતિમાં યોજાયેલા ઈનામ વિતરણ સમારોહમાં વિજેતા વિદ્યાર્થીઓએ 2 કરોડ રૂપિયાની કિમતના ઈનામોનું વિતરણ કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને લૅપટૉપ, ટૅબલેટ અને ૩D-પ્રિંટર સહિતના ઇનામો અપાયા હતા. ટોચના વિજેતા વિદ્યાર્થીઓને અમદાવાદ સ્થિત અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર સહિતની રાષ્ટ્રીય કક્ષાની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તક મળશે.ઉપરાંત ટોચના 4૦૦ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન -NFSU ખાતે STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની તક મળશે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:33 પી એમ(PM)
ત્રીજા તબક્કાની ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાઇ હતી
