ત્રિપુરામાં અવિરત વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોમતી અને મુહુરી જેવી મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેતા અનેક હેક્ટર ખેતરોના પાકને નુકસાન થયું છે.
હવામાન વિભાગે આજે મુશળધાર વરસાદની ચેતવણી આપતા રાજ્ય પ્રશાસન આનો સામનો કરવા અને લોકોને રાહત આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્ય મંત્રી ડૉ. માણિક સાહાએ અગરતલામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને જરૂરિયાતમંદોને સંપૂર્ણ સહાયની ખાતરી આપી હતી.
Site Admin | ઓગસ્ટ 22, 2024 2:10 પી એમ(PM) | ત્રિપુરા