ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો માટે
564 કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે.જેમાં અન્ન અને નાગરિક
પુરવઠા વિભાગ,કૃષિ વિભાગ અને બાગાયતી સહિતના વિભાગોમાં નાણાં ફાળવી
પુરથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં આવશે.
ગઈકાલે રાજ્યની વિધાનસભામાં ડૉ. સાહાએ જણાવ્યું હતું કે પૂરના કારણે
નુકસાનનો પ્રારંભિક અંદાજ આશરે 14 હજાર 247 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે,
વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી રાજ્ય સરકાર કેન્દ્રીય ગૃહવિભાગને એક
આવેદનપત્ર સોંપશે. જેમાં રાહત અને પુનર્વસન માટે વધારાના ભંડોળની વિનંતી
કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 3:22 પી એમ(PM)
ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો માટે 564 કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે
