ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 17, 2024 7:41 પી એમ(PM) | ટેસ્ટ

printer

ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટનાં બીજા દિવસે ન્યૂઝીલેન્ડે ભારત સામે ત્રણ વિકેટનાં ભોગે 180 રન કર્યા

બેંગલુરુનાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટનાં બીજા દિવસે ન્યૂઝીલેન્ડે ભારત સામે ત્રણ વિકેટનાં ભોગે 180 રન કર્યા છે. રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલ રમતના અંતે અણનમ રહ્યા છે. ડેવોન કોનવેએ 91 રન કર્યા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડ યજમાન ભારત સામે 134 રનની સરસાઈ ધરાવે છે. અગાઉ, ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રનમાં ઓલ આઉટ થઈ હતી. ટેસ્ટમાં ભારતનો આ ત્રીજો સૌથી ઓછો અને ઘર આંગણે સૌથી ઓછો સ્કોર હતો. ભારત વતી રિષભ પંતે સૌથી વધુ 20 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલે 13 રન કર્યા હતા, જ્યારે પાંચ ખેલાડીઓ ખાતું ખોલાવી શક્યા નહતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ