ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 3, 2024 2:54 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

ત્રણ નવા ફોજદારી કાયદાની સફળ અમલીકરણ પ્રક્રિયાથી રાષ્ટ્રને માહિતગાર કરવા પ્રધાનમંત્રી ચંદીગઢ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરવા ચંદીગઢ પહોંચી ગયા છે.નવા ફોજદારી કાયદા, જે આ વર્ષે 1લી જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યા હતા, તેનો હેતુ દેશની કાયદાની વ્યવસ્થાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે.આ કાર્યક્રમની થીમ સુરક્ષિત સમાજ, વિકસિત ભારત:સજાથી ન્યાય સુધી આધારિત છે. જેના દ્વારા કાયદાઓની વ્યવહારિક એપ્લિકેશનનું નિદર્શન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ