તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. તેલંગાણામાં ચારલોકોનાં મૃત્યુ થયા છે અને ડઝન લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. સૌથી અસરગ્રસ્તખમ્મમ, મહેબુબાબાદ અને સૂર્યાપેટ જિલ્લામાં પરિસ્થિતિ ગંભીરછે.દરમિયાન, આંધ્રપ્રદેશનામુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ પુરની સ્થિતિ અને રાહત કાર્યોનું નિરીક્ષણ કરવાવિજયવાડાનું રોકાણ કર્યું હતું. પૂરને કારણે આંધ્રપ્રદેશમાં નવ લોકોના મૃત્યું થયાછે. દરમિયાન, મહારાષ્ટ્રનામરાઠવાડા પ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે અને પાકને ગંભીરનુકસાન થયું છે. પરભણી, નાંદેડ, બીડ,જાલના અને હિંગોલી જિલ્લાઓને સૌથી વધુ અસર થઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 7:48 પી એમ(PM) | વરસાદ