તેલંગાણામાં હૈદરાબાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક વિસ્તારોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
દરમિયાન છેલ્લા 24 કલાકમાં જોગુલંબા ગડવલ જિલ્લાના એજામાં આજે સવારે પાંચ વાગ્યા સુધીમાં સૌથી વધુ અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નાલગોંડા, સૂર્યાપેટ નિઝામાબાદ, વાનપર્થી, યાદદ્રી ભુવનગીરી, સિદ્ધિપેટ, નિર્મલ જિલ્લાના કેટલાક ભાગોમાં ગઈકાલે ભારે વરસાદ નોઁધાયો હતો..
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:15 એ એમ (AM) | #aakahvani #aakashvaninews
તેલંગાણામાં હૈદરાબાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે
