ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 4, 2024 2:12 પી એમ(PM)

printer

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા 12 દિવસ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા 12 દિવસ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે છે.
મુખ્યમંત્રી કાર્યાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે, આ મુલાકાતનો હેતુ આઇટી, આરોગ્ય, ઉત્પાદન, સંશોધન અને વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રમાં રાજ્ય માટે રોકાણને આકર્ષવાનો છે. મુખ્યમંત્રી અમેરિકાનાં ન્યુ જર્સી, વોશિંગ઼્ટન ડીસી, કેલિફોર્નિયામાં વિવિધ કંપનીઓના અગ્રણી ઉદ્યોગકારો સાથે વ્યાપાર સંદર્ભે ચર્ચાઓ કરી તેમને તેલંગાણામાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે.

શ્રી રેડ્ડી 11 ઓગસ્ટે દક્ષિણ કોરિયા જશે. જ્યાં તેઓ કોરિયન નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને હાન રિવર પ્રોજેક્ટની મુલાકાત સાથે વિવિધ ફાર્મા હાઉસ, કાર ઉત્પાદકો અને કોરિયન ફેડરેશન ઓફ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના અધિકારીઓ સાથે મુલાકાત કરી 14 ઓગસ્ટે હૈદરાબાદ પરત ફરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ