ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 3:02 પી એમ(PM)

printer

તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવ અને પરિવહન મંત્રી પી પ્રભાકરે ગઈકાલે સાંજે પરેડ ગ્રાઉન્ડ્સ ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને મીઠાઈ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું

તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવ અને પરિવહન મંત્રી પી પ્રભાકરે ગઈકાલે સાંજે પરેડ ગ્રાઉન્ડ્સ ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને મીઠાઈ
મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.

તેલંગાણા રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ વિભાગે આ ઉત્સવનું આયોજન કર્યું છે જેમાં મનોરંજન, સાંસ્કૃતિક વારસો અને વ્યંજનો પ્રદર્શિત કરાયા છે.19 દેશોના કુલ 57 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને 22 ભારતીય રાજ્યોના 58 રાષ્ટ્રીય પતંગબાજો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ ઉત્સવમાં ભારત અને વિદેશમાંથી લોટ આધારિત વિવિધ વાનગીઓના 1300 થી વધુ સ્ટોલ છે. પ્રભાવશાળી હેન્ડલૂમ પ્રદર્શનો અને પેરિની, શિવ તાંડવમ, ભરતનાટ્યમ, કુચીપુડી જેવા કલા સ્વરૂપો દર્શાવતા કલાકારો દ્વારા પરંપરાગત પ્રદર્શન અને ડપ્પુ ડોલુ વાદ્યો સાથે આદિવાસી નૃત્યો પણ મુખ્ય આકર્ષણો છે. તેલંગાણા અને પંજાબ, ગુજરાત, કેરળ અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોની મહિલાઓએ ઘરે બનાવેલી મીઠાઈઓના સ્ટોલ ઉભા કર્યા છે. આ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ ફૂડ કોર્ટમાં માણી શકાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ