ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 14, 2024 2:33 પી એમ(PM) | Gujarat | tera tujko arpan

printer

“તેરા તુજ કો અર્પણ”: બે વર્ષમાં 180 કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો

“તેરા તુજ કો અર્પણ”ના બે વર્ષમાં 2,802 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે 180 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો. મંદિર ચોરીના 65 ગુનાઓ ઉકેલીને 130 આરોપીઓને પકડવામાં આવ્યા તેમજ 1 કરોડ 57 લાખ રૂપિયાનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં પોલીસને સફળતા મળી હતી.

પોતાની ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુ પરત મેળવવા મૂળ માલિકોએ હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નથી પડતા. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ-લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ