તુર્કીના પશ્ચિમી પ્રાંત ઇઝમિરમાં પ્રાકૃતિક ગ્રૅસ વિસ્ફોટ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 60થી વધુ લોકોને ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્તોમાંથી 10નીસ્થિતિ નાજુક હોવાના અહેવાલ છે. સરકારી ટીવી અહેવાલ પ્રમાણે તોરબલી જિલ્લાનીઇમારતના ભૂગર્ભમાં આ વિસ્ફોટ થયો હતો. ઇઝમિરના ગવર્નરસુલેમાન અલ્બાને કહ્યું કે, વિસ્ફોટને કારણે આસપાસની 11 ઇમારતોને નુકસાન થયું હતું. તેમણે કહ્યું કેસાવચેતીના પગલાં રૂપે ગૅસનો પૂરવઠો અટકાવી દેવાયો છે અને સમગ્ર વિસ્તારને ખાલી કરીદેવાયો છે. તુર્કીની સરકારે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
Site Admin | જુલાઇ 1, 2024 7:53 પી એમ(PM) | તુર્કી