તિરૂપતિના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ શુદ્ધિકરણ વિધિ તરીકે સોમવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શાંતિ હોમ કરવામાં આવ્યો હતો. ભેળસેળની ખરાબ અસરોને દૂર કરવા, ભક્તોની સુખાકારી સાથે લાડુ પ્રસાદમની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે હોમનું તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું..
આજે સવારે 10 પૂજારીઓના જૂથે પૂજા અને સંબંધિત ધાર્મિક વિધિઓ કરી હતી.. ભેળસેળનો મુદ્દો ગયા અઠવાડિયે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે YSR કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે તિરુમાલાના લાડુ બનાવવામાં પશુ ચરબીવાળા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ YSRCP સરકાર દરમિયાન TTDમાં કથિત અનિયમિતતાઓની પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 2:14 પી એમ(PM)
તિરૂપતિના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ શુદ્ધિકરણ વિધિ તરીકે સોમવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શાંતિ હોમ કરવામાં આવ્યો હતો
