તિરંગા યાત્રા સંદર્ભે ગઈકાલે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ ગઈ.
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ યાત્રાના સુચારું આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે કેટલાંક જરૂરી સૂચનો આપ્યાં હતાં.આ બેઠકમાં અમદાવાદ શહેર અને જિલ્લાના ધારાસભ્યો અને મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 7, 2024 10:18 એ એમ (AM)
તિરંગા યાત્રા સંદર્ભે ગઈકાલે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
