ભારતીય તબીબી સંઘ-IMA એ કોલકાતાની સરકારી આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી બિન-આપાતકાલીન સેવાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી છે.
તબીબી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે OPD વિભાગો કામ કરશે નહીં અને વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે નહીં.જો કે,આવશ્યક સેવાઓ જાળવવામાં આવશે અને અકસ્માત વોર્ડ કાર્યરત રહેશે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 9:43 એ એમ (AM)