દક્ષિણ રેલવેના ચેન્નાઈ ડિવિઝનમાં કાવરપેટ્ટાઈ ખાતે ગઈકાલે રાત્રે થયેલા ટ્રેન અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મૈસુર-દરભંગા બાગમતી એક્સપ્રેસ પોનેરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, અકસ્માતમાં ઘાયલ 16 મુસાફરોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દક્ષિણ રેલ્વેના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, ઉચ્ચ સ્તરીય સમિતિ તપાસના અહેવાલ રજૂ કર્યા બાદ અકસ્માતનું કારણ જાણી શકાશે. તેમણે કહ્યું કે, સમારકામનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જોકે તેમાં 10 કલાકથી વધુ સમય લાગી શકે છે. રેલ્વે સુરક્ષા કમિશનરે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દરમિયાન આંધ્રપ્રદેશમાંથી પસાર થતી તમામ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 2:29 પી એમ(PM)
તામિલનાડુના કાવરપેટ્ટાઈ ખાતે ગઈકાલે રાત્રે થયેલા ટ્રેન અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા
