તાપી જીલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે યોજાનાર રાજ્યપાલના કાર્યક્રમને લઈ કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું હતું. વ્યારામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે થનાર છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારામાં એટ હોમ કાર્યક્રમ યોજાનારો છે.
આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયુ હતું અને જરૂરી સૂચના આપવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 23, 2025 3:30 પી એમ(PM) | તાપી