તાપી જિલ્લામાં વર્ષ 2009માં બનેલ રાષ્ટ્રીય ધોરી માર્ગ 53ના નિર્માણ સમયે થયેલા જમીન સંપાદન અંગે વડી અદાલતે કરેલા વળતરના હુકમ છતાં ચૂકવણીમાં વિલંબ થતા, જિલ્લાના ખેડૂતોએ આ અંગે કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું. ખેડૂતોની રજૂઆત છે કે વડી અદાલતના આદેશ બાદ પણ ખેડૂતોને તેમની જમીન સામે વળતર અપાયું નથી, જેને તાત્કાલિક ધોરણે ચૂકવવાની ખેડૂતોની માંગણી છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 3:53 પી એમ(PM)