ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 7:28 પી એમ(PM)

printer

તાપી જિલ્લાના સ્મિત મોરડીયાએ રાઇફલ શૂટિંગમાં દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે

તાપી જિલ્લાના સ્મિત મોરડીયાએ રાઇફલ શૂટિંગમાં દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે, દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશિપ 2024ની શૂટિંગની સ્પર્ધામાં સ્મિતે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
દિલ્હી ખાતે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશિપ 2024ની સ્પર્ધામાં 33 દેશોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભારતમાંથી પસંદગી પામેલ ત્રણ ખેલાડીઓ માંથી તાપીનો સ્મિત મોરડીયા પણ હતો. તેણે ખેલ મહાકુંભ 2023-24 માં ગોલ્ડ, અને ગુજરાત સ્ટેટ 2022-23 માં ગોલ્ડ મેળવી ચુક્યો છે તેનું કહેવું છેકે દરેક સ્પોર્ટ્સ ખુબજ સારી છે પણ તેમાં સિદ્ધિ મેળવવા માટે કઈક કરી છૂટવાની ભાવના હોવી જોઇએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ