ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 17, 2024 7:11 પી એમ(PM)

printer

તાપી જિલ્લાના સોનગઢના ધજાંબા ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ ‘કિસાન પથ યોજના વર્ષ ૨૦૨૩-૨૪” અંતર્ગત ૪૨૧ લાખ ૮૫ હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પાકા રસ્તાનું ખાતમુહુર્ત કર્યું

તાપી જિલ્લાના સોનગઢના ધજાંબા ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ ‘કિસાન પથ યોજના વર્ષ ૨૦૨૩-૨૪” અંતર્ગત ૪૨૧ લાખ ૮૫ હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પાકા રસ્તાનું ખાતમુહુર્ત કર્યું. જેમાં આમલીપાડા, ઉખલદા, ધજાંબા, વેલઝરને જોડતા રસ્તાઓનો સમાવેશ થાય છે.
જ્યારે વલસાડમાં આજે લોકસભા દંડક ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલના હસ્તે વલસાડ નગરપાલિકાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં અમૃત યોજના હેઠળ 30 કરોડ 43 લાખ તથા નિર્મળ યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં બ્યુટીફીકેશન માટે અંદાજે 19 લાખ 56 હાજરથી વધુ, ધમડાચી ગામે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન બાંધકામ માટે અંદાજિત 6 કરોડ 60 લાખથી વધુ, આઈકોનીક રોડ બનાવવા માટે અંદાજે 98 લાખ 66 હજાર સહિતના વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ