તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે સુરત રેન્જ આઇ.જી. નો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…આ લોકસંવાદ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ વ્યવસ્થા જેવી રજૂઆતો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.. લોક ફરિયાદોના ઉકેલ માટે જીલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.. સાથોસાથ આ તમામ રજૂઆતની રેન્જ આઇ.જી. દ્વારા સમસ્યા નિવારણની બાંહેધરી આપવામાં આવી હતી..તેમણે
સોશિયલ મીડિયા દ્વારા ફેલવામાં આવતા ફેક ન્યુઝથી લોકોએ દૂર રહેવાની અપીલ કરી હતી..જ્યારે આવા ન્યુઝ ફેલાવનાર સામે જરૂર જણાય તો કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ આ લોકસંવાદ કાર્યક્રમમાં રેન્જ આઇજીએ ઉલ્લેખ કરીને આવા તત્વો સાવધાન રહે તેમ જણાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 3:44 પી એમ(PM) | તાપી