તાપીમાં પ્રભારી અને પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ કેમ્પમાં 62 ગામોના સાત હજારથી વધુ લાભાર્થીઓએ નોંધણી કરાવી હતી.આ કેમ્પમાં સાત હજાર ચશ્માનું વિતરણ, દિવ્યાંગો માટે ૧૦૦૦ વ્હીલચેર,સિકલસેલના દર્દીઓ માટે ૫૦૭ કીટ, કુપોષિતો માટે ૬૫૦૦ કીટનું વિતરણ કરાયુંહતું. વનવિભાગ દ્વારા એફ.આર.એ.ના ૧૨૧ લાભાર્થીઓને પંપસેટ અર્પણ કરાયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 7:02 પી એમ(PM)