તાપીમાં પોલીસ વિભાગે રક્ષાબંધન નિમિત્તે હેલ્મેટ જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધર્યો
હતો.. ઉકાઈ પોલીસ મથકના પીઆઈ સહિત મહિલા પોલીસ સ્ટાફ દ્વારા હેલ્મેટ વગર વાહન
ચલાવનારાઓને અટકાવી રાખડી બાંધી આદરપૂર્વક હેલ્મેટ પહેરી વાહન ચલાવવા માટે
સમજાવાયા હતા..
જ્યારે દીવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કિલ્લામાં રક્ષાબંધનની
ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.. બહેનોએ ભાઇઓને વ્યસન મુક્ત થવા સંકલ્પ
લેવડાવ્યો હતો અને સીઆઇએસએફના જવાનોને રાખડી બાંધી ત્રણ મિનિટ ધ્યાન કરાવીને રક્ષા
બાંધી હતી.. સુરતની લાજપોર જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી..
બહેનોએ બંદીવાન ભાઇઓને જ્યારે રાખડી બાંધી ત્યારે ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા..
Site Admin | ઓગસ્ટ 19, 2024 3:13 પી એમ(PM)
તાપીમાં પોલીસ વિભાગે રક્ષાબંધન નિમિત્તે હેલ્મેટ જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો
