તાપીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડ રૂપિયાના 61 વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. શ્રી પટેલ આજે તાપીમાં 10 કરોડ 47 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માછલીઘર સંકુલનું પણ ઈ-લોકાર્પણ કરશે. સાથે જ તેઓ સેન્ટર ફૉર એક્સલૅન્સ અને સ્ટાફ ક્વાર્ટર બિલ્ડિંગ, માછલી પ્રસંસ્કરણ સભાખંડ, કાર્યશાળા ઈમારતનું પણ ઈ-લોકાર્પણ કરશે.આ સુવિધાઓની સાથે માછલીમાંથી બનતી વિવિધ વાનગીઓ અને માછલીઘર ઉત્પાદન સભાખંડ સુવિધાઓ સહિત તાલીમાર્થીઓને રહેવા 15 રૂમ અને વૈજ્ઞાનિકો માટે 6 ક્વાટર્સનું
નિર્માણકાર્ય પૂર્ણ કરાયું છે. આ કેન્દ્ર રાષ્ટ્રકક્ષાએ સૌથી વિશાળ સંસ્થા પૈકી એક છે. ઉલ્લેખનીય છે કે,સેન્ટર ઑફ એક્સલૅન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા નિયમિત સ્વરૂપે
મત્સ્ય ઉછેર અને માછીમારી વિષય પર વિવિધ પ્રકારની તાલીમો આયોજીત કરાશે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 8:22 એ એમ (AM)
તાપીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડ રૂપિયાના 61 વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
