તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.. ઉકાઈ ડેમની સપાટી 334.08 ફૂટ પર પહોંચતા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
હાલ હાઇડ્રો મારફતે 16 હજાર 986 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે…અને વીજળી ઉત્પન્ન કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે..
ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી નદી કિનારે આવેલ ગામોને રાહત મળી છે..અગાઉ હેઠવાસના ગામડાંઓને સાવચેત કરાયા હતાં.
Site Admin | ઓગસ્ટ 17, 2024 3:32 પી એમ(PM)