ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2024 7:45 પી એમ(PM) | વરસાદ

printer

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતા આર્થિક ફટક પડ્યો છે. ત્યારે મહેસાણા અને સુરેન્દ્રનગર જીલ્લાના ધારાસભ્યોએ ખેડૂતોને થયેલા નુકસાનને વળતર આપીને ભરપાઇ કરવાની માંગણી કરી છે.
સુરેન્દ્રનગરના હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય અને દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે..ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે ખેડૂતોએ બાગાયતી ખેતી દ્વારા દાડમ, લીંબુ, જામફળ, ખારેક, ડ્રેગનફ્રુટ વગેરેનંં મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ તાજેતરમાં થયેલા અતિભારે વરસાદના કારણે બાગાયતી પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોને નુકસાનનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.
જ્યારે મહેસાણાના બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને ત્વરિત પાક સહાય ચૂકવવા માગણી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ