તાજેતરમાં અમદાવાદમાં 68મી અખિલ ભારતીય શાળાકીય અન્ડર 14 અને 17 બોક્સિંગ રાજ્યકક્ષાની બહેનો અને ભાઈઓની સ્પર્ધામાં બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ખેલાડીઓએ ચંદ્રકો મેળવ્યા છે. વિજેતા ખેલાડીઓના કોચ ફૈયાઝ નગોરીએ જણાવ્યું કે, કુલ 10 ખેલાડીઓએ સુવર્ણ, સાત ખેલાડીઓએ રજત અને ચાર ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. હવે આ ખેલાડીઓ આગામી સમયમાં ખેલ મહાકુંભ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 8:22 એ એમ (AM) | ખેલ મહાકુંભ