ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 1, 2024 7:02 પી એમ(PM)

printer

તાઇવાનમાં વાવાઝોડા ક્રેથોન કારણે જનજીવન ખોરવાયું

તાઇવાનમાં વાવાઝોડા ક્રેથોન કારણે જનજીવન ખોરવાયું છે. આજે શાળા અને કૉલેજો બંધ રહ્યા હતા. તાઇવાનના ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર 40 હજાર જૈવાનો તૈનાત કરાયા છે, જ્યારે 7 હજાર, 700થી વધુ લોકોને ઉગારવામાં આવ્યા છે.  સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું ક્રેથોન આવતીકાલે દક્ષિણ પશ્ચિમ બંદર શહેર કાઓસિઉંગ નજીકથી પસાર થશે. ક્રેથોન 198 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જે 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે તેવી શક્યતા છે.  જે ત્રીજી શ્રેણીના વાવાઝોડાની સમકક્ષ છે. સ્થાનિક માધ્યમોના અહેવાલ અનુસાર દુકાનો, રેસ્ટોરાં સહિત પ્રદેશિક અને આંતરરાષ્ટ્રીય સેવાને અસર થવા પામી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ