સોમનાથ મહાદેવના દર્શન મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ ઊમટી પડ્યો છે. ક્રિસમસ અને 31ના મીની વેકેશનને લઈને જગવિખ્યાત યાત્રાધામ સોમનાથ અને સિંહોના રહેઠાણ એવા સાસણ ગીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા ગીર અને સોમનાથમાં તમામ હોટલો, ગેસ્ટહાઉસ અને રિસોર્ટ પહેલી જાન્યુઆરી સુધી હાઉસફૂલ થઈ ગયા
પ્રવાસીઓના ધસારાના પગલે હોટલ, ટેક્સી, ટ્રાવેલ્સના ભાડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાસણ ગીરની આજુબાજુ અંદાજે 300 જેટલા ફાર્મ હાઉસ અને 100 જેટલા હોટલ રિસોર્ટ આવેલા છે તેમજ સોમનાથ આજુબાજુ અંદાજે 250 જેટલી હોટલ ગેસ્ટ હાઉસો આવેલા છે.આ તમામ માં આગામી 1 જાન્યુઆરી સુધી હાઉસફુલ થવાને કારણે પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે.
Site Admin | ડિસેમ્બર 28, 2024 5:37 પી એમ(PM) | festive season | gujarati news | Somnath
તહેવારોમાં સોમનાથ મહાદેવના દર્શન મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ ઊમટી પડ્યો
