તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રેન સહરસા, જયનગર, પટણા, મુઝફ્ફરપુર, ગોરખપુર, દરભંગા, સિંકદરાબાદ અને માલદા ટાઉન માટે ચલાવવામાં આવી રહી છે.
રેલવે અનુસાર છઠ પૂજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ મહિને 2 થી 8 નવેમ્બર વચ્ચે 145થી વધુ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, જેનાથી પ્રતિ દિવસ બે લાખ વધારાના મુસાફરોને લાભ થઈ રહ્યો છે. રેલવેએ મુસાફરોની સંખ્યા જોતા ગત મહિનાની પહેલી તારીખથી આ મહિનાની 30 તારીખ સુધીમાં સાત હજારથી વધુ વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી હતી. દરમિયાન લગભગ એક કરોડ યાત્રીઓને તેનો લાભ થયો.
Site Admin | નવેમ્બર 5, 2024 9:50 એ એમ (AM) | રેલવે